ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

જન્મકુંડળી

જન્મકુંડળી  જોવા માટે અહી ક્લિક કરો
સામાન્ય રીતે જ્યોતિષી ફળકથન જન્મકુંડળીના આધારે કરે છે. જન્મકુંડળી એટલે જાતકના જન્મસમયના ગ્રહોનો નકશો એને જન્માક્ષર અથવા જન્મપત્રિકા પણ કહે છે. ભવિષ્યકથનની સચ્ચાઈ અને સચોટતાનો આધાર જન્મકુંડળીની સચ્ચાઈ પર છે જન્મનો સમય જન્મસમયનો સ્પષ્ટ સૂર્ય અને જન્મસ્થળના અક્ષાંશ, રેખાંશ ચોક્કસ હોવાં જરૂરી છે. જન્મકુંડળીના બાર ભાવોમાં રહેલી રશિ અને ગ્રહોની સ્થિતિ, પરસ્પર સંબંધ, દ્રષ્ટિ, બળ ઈત્યાદિના આધારે ચતુર ભવિષ્યવેત્તા ભવિષ્યકથન કરે છે.
તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ ઈત્યાદિ પંચાંગના આધારે જાણી શકાય છે. શુભ મુહૂર્ત માટે પંચાંગ આજકાલ સર્વપ્રિય સાધન રહ્યું છે. ગણેશ દૈવજ્ઞ પંડિતના ગ્રહ લાઘવ ગ્રંથની, પરંપરાગત પંચાંગની રચનામાં સહાય લેવાય છે. આ પરંપરા નિરયન પદ્ધતિ પર અવલંબિત છે, ગ્રિનીચ વેધશાળાના પ્રત્યક્ષ ગણિતના બોટીકલ આત્માનાકના આધારે સાયન પદ્ધતિને પણ આપણાં કેટલાંક પંચાંગોએ ઈષ્ટ ગણી આવકારી છે