ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

11 એપ્રિલ, 2018

મૃત્યુ બાદ શુ થાય છે તે જાણો ....

ગરુડ પૂરાણ :
મૃત્યુ બાદ શું થાય?
મૃત્યુ બાદ જીવન છે?
શું મૃત્યુ પીડા દાયક છે?
પૂન:જન્મ કેવી રીતે થાય?
મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે?

આવાં  પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે,  જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય.

આવે સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો?

શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય?

આપણા આ બધા પ્રશ્નો નો ઉત્તર આપણા પ્રાચીન
ગરુડ - પૂરાણ માંથી મળશે.

ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો
પ્રયત્ન કરીએ...

મ્રુત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે.

પ્રુથ્વી-ચક્રનું જોડાણ છુટવુ:

અંદાજે મ્રુત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે , પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે.

આ લક્ષણો એમ સૂચવે છે કે
પ્રૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે.

મ્રુત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા  ઠંડા પડી જાય છે.

જ્યારે મ્રુત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.

જીવાદોરી ( Astral Cord ):

જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.
મ્રુત્યુ નો સમય થતાં,
યમદૂતના માર્ગદર્શન થી જીવાદોરી કપાય છે અને આત્મા નું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.
આ પ્રક્રિયા ને જ મ્રુત્યુ કહેવાય છે.

એક વાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે.
પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય તે શરીર ને  છોડવા જલદી તૈયાર થતો નથી અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે.
મ્રુતદેહ ની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષ નો અનુભવ કરી શકે છે.
આપણે ઘણી વાર જોઈએ છીએ કે મ્રુત્યુ થયા પછી પણ મ્રૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.
તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મ્રુત્યુ થયું છે. તેને એમજ લાગે છે કે તે જીવંત છે.

પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે.

આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે.
તે મ્રુતશરીરની આસપાસ , જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે એ બધું જ તે આત્મા ને સંભળાય છે.

એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે, પરંતુ કોઈને સંભળાતુ નથી.

ધીરે ધીરે આત્મા ને  સમજાય છે કે તેનું મ્રુત્યુ થયું છે.

તે આત્મા શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય છે.

સામાન્ય રીતે જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.

હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રા માં સામેલ થયા હો, તે મ્રુતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો એ આત્મા સાક્ષી બને છે.

જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીર ને પંચમહાભૂત માં વિલીન થતાં જોય છે, ત્યારબાદ તેને મુક્ત થયાનો અહેસાસ થાય છે.

આ ઉપરાંત તે ને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ
તેને જ્યાં જવું હોય તે ત્યાં જ્ઈ શકે છે.

પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તે ની મનગમતી જગ્યાએ ફરે છે.

જો, એ આત્મા ને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાન ના રૂમમાં રહેશે...
જો, એમનો જીવ રુપિયા માં હશે તો તેના કબાટ નજીક રહેશે...

સાત દિવસ પછી તે આત્મા તેના કુટુંબ ને વિદાય લઈ , પ્રૃથ્વી ની બહાર ના આવરણ તરફ પ્રયાણ કરે છે, જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે.

આ મ્રુત્યુલોક માં થી પરલોકમાં જવા માટે એક ટનલ માં થી પસાર થવું પડે છે.

આજ કારણસર કહેવાય છે કે મ્રુત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે.

મ્રુતકના સગાં સંબંધીઓ એ તે ની પાછળ જે કાંઇ ૧૨માં અથવા ૧૩માં ની શાસ્ત્રોક્ત વિધિ , પીઙદાન તથા
ક્ષમા-પ્રાથૅના કરવાની અત્યંત જરૂરી છે જેથી તે આત્મા ,
કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા ,રાગ, દ્વેષ, વગેરે પોતાની સાથે ન લઈ જાય.

તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જા થી થઈ હશે તો તેમની ઉધ્વૅગતિ માં મદદરૂપ થશે.

મ્રુત્યુલોક થી શરૂ થતી ટનલ ના અંતે દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે.

પૂર્વજો સાથે મિલન:

જ્યારે ૧૧માં, ૧૨માં ની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિત્રુઓને , સ્વગૅવાસિ મીત્રોને તથા સ્વગૅસ્થ સગાઓ ને મળે છે.
આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવીરીતે ગળે મળીએ તેવું જ અહીં મિલન થાય છે.

ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.

તેને ચિત્ર ગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.

મ્રુત્યુલોક ના જીવન ની સમીક્ષા:

અહીં કોઈ ન્યાયકર્તા   કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી.

જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં પોતાના પ્રૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે. જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે.

ગત્- જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે.

પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછી ના જન્મ માં શિક્ષા ભોગવાનુ માગી શકે છે.

અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકાર થી મુક્ત છે.

આજ કારણસર દેવલોકમાં સ્વિકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે.

ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો -કરાર
( બ્લુ-પ્રીન્ટ) બનાવે છે.

આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે.

હકીકતમાં જીવ પોતેજ ઝીણા માં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા - નરસા અનુભવો, વગેરે ... આ જીવાત્મા પહેલાં થી જ નક્કી કરે છે.

દાખલા તરીકે:
કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારી ને હત્યા કરી હતી. આ ઘટના ના પશ્ચાતાપ રુપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવા નું નક્કી કરે છે. તેના ભાગરુપે તે  આખી જીંદગી માથાનો
અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.

આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ):

દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે , તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવ ને આધારીત જ હોયછે.

જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો તેના માં બદલાની ભાવના પ્રબળ હશે.

જેટલી તીવ્રતા ની ભાવના હશે તે પ્રમાણે ભોગવવું પડશે.

આજ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે અથવા આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે, નહીં તો વેરભાવ ચૂકવવા માટે  જન્મો જન્મની પીડા ભોગવવી પડશે.

એકવાર જીવ પોતાના આગામી જન્મના કરાર ની બ્લુ-પ્રીન્નટ નક્કી કરે છે , ત્યારબાદ વિશ્રાતિનો સમય હોય છે.

દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાતિ સમય નક્કી થાય છે.

પૂનઃજન્મ

દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે, પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લેય છે.

દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે.
જીવ અંડકોષ ના મિલન દરમ્યાન, ૪થા- ૫માં મહીને અથવા પ્રસૂતિ ના અંતિમ સમયે પણ ગર્ભ માં પ્રવેશ કરી શકે છે.

આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય તેનીજ બ્લુ-પ્રીન્ટ નીકળશે.

દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો.

દરેક જીવ, દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મ્રુત્યુલોકમાં જન્મે છે તે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ ગ્રહો તથા ભગવાન ને દેય છે.

આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ (સારી અથવા વિષમ), તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે.

આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ , માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરે ની પસંદગી પણ આપણે જ કરેલ છે.

આપણા  જીવન રુપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં  છીએ.

એક વાત ધ્યાનમાં રાખો, આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે જે રોલ આપણે લખ્યો છે, તો પછી આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ?

શું મ્રુત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે?

મ્રુત્યુ બાદ આપણાં સ્વજનો ને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.
ગતિ એટલે આત્મા એ મ્રુત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.

જો ગતિ ન થાય તો જીવ પ્રુથ્વીલોકમાં જ અટકી જાય છે.

ઘણી વાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય, અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય, આપઘાત કર્યો હોય, કોઈ નજીક ની વ્યક્તિ માં જીવ રહી ગયો હોય અથવા
જીવાત્મા ની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય ,અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પ્રૃથ્વીલોકમાં રહેવું છે...
આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.

પરંતુ મ્રુત્યુ બાદ દરેક જીવાત્મા એ ૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે, ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી અને પ્રૃથ્વી ઉપર પ્રેતયોની માં અધવચ્ચે રહી જાય છે.

આમ તે આત્મા ને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું.

આજ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ,
ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી  સદ્ ગત્ આત્માની ગતિ થાય.

અત્યાર ના સમયમાં નવી પેઢી ને આ બધા રીતીરિવાજો , માન્યતાઓ જૂનવાણી લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી.

આને લીધે ઘણાં જીવાત્માઓ અહીં પ્રૃથ્વી લોકમાં અટકી ગયા છે અને તેઓની ગતિ થતી નથી.

દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ ગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયા વિધિ ની ઉપેક્ષા કદી કરવી નહીં.

જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તેમણે કદી દુઃખી થવું નહીં, આત્માનુ કદી મ્રુત્યુ નથી થતું.
સમય આવતાં આપણે સ્વજનો ને મળવાનાં જ છીએ.

લેખ: ગરુડ પૂરાણ  
       પર આધારિત