ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

18 નવેમ્બર, 2015

ચોથી પેઢીના વારસદાર ગાદીપતિ, જલાબાપાનો વંશવેલો જુઓ અત્યારે જ.

દેનો કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ સૂત્રને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે  216મી જન્મજયંતી છે.જલાબાપાના વંશજો આજે પણ રાજકોટ સૌરાષ્ટ્રમાં રહે છે.તેના ચોથી પેઢીના વારસદાર રઘુરામબાપા વીરપુરની ગાદી સંભાળી રહયાં છેઆવો જલાબાપાના વંશવેલા પર એક નજર કરીએ.

વીરપુરના જલારામ મંદિરના હાલના ગાદીપતિ રઘુરામ બાપાને એક ભાઇ અને બે બહેનો છે. પરંતુ તે મંદિરના કામમાં કોઇ દિવસ હસ્તક્ષેપ કરતા નથી અને રાજકોટમાં જ રહે છે. રઘુરામભાઇના નાના ભાઇ ભરતભાઇ અને શિલાબેન ઓપ્શન નામના મોલ જેવા અદ્યતન શો રૂમ ધરાવે છે. શિલાબેન એક કોલેજનું સંચાલન કરી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ પણ ચલાવે છે. તેમના મોટા બેન કિર્તીબેન સ્વાધ્યાય પ્રવૃતિમાં ખૂબ જ ઉંડા ઉતરેલા છે. રઘુરામભાઇના નાના બહેનને વીરપુરના અનેક લોકો વીરબાઇ માનો અવતાર જ ગણે છે. વીરપુર જલારામ મંદિરના ગાદિપતિ રઘુરામ બાપા નિસંતાન છે. તેમના ભાઇ ભરતભાઇના લગ્ન મુંબઇમાં થયા છે.

રઘુરામભાઇના દાદા ગીરધરરામ બાપાના પિતા હરિબાપાને જલારામ બાપા અને વીરબાઇ માએ દતક લીધા હતા. એટલે જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર રઘુરામ બાપા ગણાય. તેઓ વીરપુરમાં સમાધી સ્થળના ઘરમાં જ વસે છે. રઘુરામભાઇના પિતા જયસુખરામ બાપા રાજકોટમાં રહે છે. તેને બે ભાઇઓ અને ત્રણ બહેનો છે. તેમના એક ભાઇ બટુકબાપાનું અવસાન થયું હતું ત્યારે વીરપુર સ્વયંભૂ ચાર દિવસ બંધ રહ્યું હતું. બટૂકબાપાને બે પુત્રો છે જે અમદાવાદમાં બીઝનેસ સાથે સંકળાયેલા છે. જયસુખબાપાના ત્રીજા ભાઇ રસિકભાઇ વીરપુરમાં જ રહે છે. તેઓને પેટ્રોલપંપ છે. તેમને પણ ત્રણ પુત્રો જે અમદાવાદમાં ડીઝાઇનીંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે. એક પુત્ર અમેરિકાની ન્યુ હેમ શાયર કોલેજમાં લેક્ચરર છે.

આ સંત બેલડીના સંતાનમાં એકમાત્ર દિકરી જમનાબેન હતા. જમનાબેનના લગ્ન કોટડાપીઠાના ભક્તિરામ સાથે થયેલા. તેમના દિકરા કાળાભાઇ અને રામજીભાઇ હતા. મોટા દિકરા કાળાભાઇને હરિરામ નામના પુત્ર અને ત્રણ દિકરી હતી. પુત્ર ન હોવાથી અને અન્નક્ષેત્રની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સંત જલારામ બાપા અને વીરબાઇ માએ દિકરીના પૌત્ર હરિરામને દતક લીધા હતા. તે હરિરામભાઇના ધોરાજીના મોંઘીબા સાથે વિવાહ થયા હતા. તેમને બે પુત્ર હતા. મોટા પુત્ર ગિરધરરામ બાપા પછીથી વીરપુરના જલારામ મંદિરના ગાદીપતિ થયા હતા. વીરપુરવાસીઓ આજે પણ તેમને બાપુજી તરીકે યાદ કરે છે. તેમના પૌત્ર એટલે રઘુરામ બાપા. ત્યારથી રઘુરામ બાપાએ વીરપુરની ગાદીનું સુકાન સંભાળ્યું છે.

17 નવેમ્બર, 2015

ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનું શા માટે છે મહત્વ

ગિરનાર પર્વત ગરવા સોરઠની આગવી ઓળખ છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી લીલી પરિક્રમા યોજાય છે જેમાં હજારો-લાખોની સંખ્યામાં લોકો જોડાય છે.

એવું માનવામાં આવે છે કે અહીં તેત્રીસ કરોડ દેવો તેમજ ચોર્યાસી સિદ્ધોની બેઠક છે. જૈન મહાત્માઓ પણ અહીં વસે છે. એક લોકવાયકા પ્રમાણે અહીં દિવ્ય આત્માઓ, સિદ્ધ પુરુષો ઉપરાંત રાજા ગોપીચંદ, અશ્વત્થામા તથા માર્કંડેય ઋષિ, બલિ રાજા નિઃશરીરરૂપે હજુ અહીં વિચરણ કરે છે. અનેક સંત-મહાત્માઓએ ગિરનારની પરિક્રમા કરી છે, પરંતુ પરિક્રમા ક્યારથી શરૂ થઈ તેનો ચોક્કસ ઇતિહાસ પ્રાપ્ત થતો નથી.

ઈ.સ. 1864ના જૂનાગઢના દીવાન અનંતજી અમરચંદ વસાવડાએ ગિરનારની પરિક્રમા માટે કેટલાક લોકોને મોકલ્યા. ત્યારબાદ પરિક્રમા શરૂ થયાનું કહેવાય છે. તો વળી જૂનાગઢના બગડું ગામના અજા ભગતે પરિક્રમા શરૂ કર્યા બાદ તેમાં કેટલાક સેવાભાવી લોકો જોડાયા હોવાનું પણ કહેવાય છે. એક કથા પ્રમાણે ગરવા ગિરનારની પરિક્રમા શરૂ કરાવનાર અજા ભગત દામોદર કુંડમાં નહાવા ગયા ત્યારે દામોદર કુંડની બાજુમાં આવેલા એક બાવાજીના આશ્રમમાં ગિરનારનો મહિમા વર્ણવતું પુસ્તક વંચાતું હતું. ગ્રંથમાં વર્ણવાયેલા ગિરનારના મહિમાથી અજા ભગત ખૂબ જ પ્રભાવિત થયા અને બાવાજી પાસે એ પુસ્તક તેમણે વાંચવા માટે માંગ્યું, પરંતુ બાવાજીએ તેમને મૂળ પુસ્તક નહીં, પણ હસ્તલિખિત પુસ્તક આપ્યું. તેમાંથી અજા ભગતે શોધી કાઢયું કે કારતક સુદ એકાદશીથી પૂનમ એમ પાંચ દિવસ ભીષ્મ પંચક વૃત્તારંભ થાય છે. દેહ પડી જાય ત્યાં સુધીમાં જો પ્રતિજ્ઞા કરી ભીષ્મ પંચક વૃત્તારંભમાં ગિરનારની પરિક્રમા કરવામાં આવે તો સારું ફળ મળે છે. આજેય પણ પરિક્રમામાં અજા ભગતની જય બોલાય છે. અજા ભગતે જીવનભર સાચા અર્થમાં લોકોની સેવા કરી હતી. તેમની સમાધિ જૂનાગઢની પાસે આણંદપર ગામના રસ્તે આવેલી છે.

ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તે જૂનાગઢથી 5 કિલોમીટર દૂર આવેલો છે. તે પર્વત જાણે સમાધિસ્થ યોગીરાજ સૂતા હોય તેવી મુદ્રામાં દૃશ્યમાન થાય છે. યોગીરાજ જેવા ભાસતા પર્વતની પરિક્રમા કરીને શ્રદ્ધાળુઓ તેમની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ગિરનારની પરિક્રમાના બે પાવન પથ છે. જેનું પ્રસ્થાન ભવનાથ નામની જગ્યાએથી થાય છે અને છેલ્લે દૂધવન ખોડિયાર મંદિર નામનું છેલ્લું સ્થળ આવે છે અને પછી ભવનાથ. આમ પરિક્રમા પૂરી કરવામાં આવે છે. આ પરિક્રમાનો પથ 42 કિલોમીટર જેટલો લાંબો છે. પરિક્રમામાં સંતવાણીનો લહાવો પણ લોકોને મળે છે.

11 નવેમ્બર, 2015

દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનના મુહુર્તો અને મંત્રો

દીપાવલિ-શારદાપૂજન-લક્ષ્મીપૂજન- ચોપડા પૂજન કરવાનો અતિ ઉત્તમ દિવસ છે બુધવારે આવતી દિવાળી. બુધવાર તા. ૧૧-૧૧-૨૦૧૫ આસો વદ-અમાસ છે. પ્રદોષકાળ- વ્યાપિની અમાસ છે. દર્શ અમાવાસ્યા છે. અભ્યંગ સ્નાનનો મહિમા છે. દીપોત્સવ-દીપપૂજન- મહાલક્ષ્મી- સરસ્વતી પૂજન- ચોપડા પૂજન માટેનો શુભ દિન છે.

શુભ મુહૂર્તો : પ્રાતઃકાળ ૬.૪૯ કલાકથી ૮.૧૨ કલાક સુધી
સવારે ૮.૧૨ કલાકથી ૯.૪૦ કલાક સુધી
૧૦.૫૭ કલાકથી ૧૨.૨૬ કલાક સુધી
સાંજે ૧૬.૪૦ કલાકથી ૧૮.૦૨
સાંજે પ્રદોષકાળ મુજબ ૧૮.૦૫ કલાકથી ૧૯.૪૫ કલાક સુધી
રાત્રે ૨૧.૧૫ કલાકથી ૨૨.૫૦  કલાક સુધી
મહાનિશિથ કાળ મધરાત્રે ૨૩.૫૯ કલાકથી ૨૪.૫૦ કલાક સુધી

વધુ સૂક્ષ્મ શુભ મુહૂર્તનો સમય : શારદા પૂજન-લક્ષ્મી પૂજન ચોપડા પૂજન માટે
સાંજે ૧૮.૨૨ કલાકથી ૨૦.૨૩ કલાક સુધી
મધરાત બાદ રાત્રે ૧૨.૪૫ કલાકથી ૨.૫૪ કલાક સુધી શ્રેષ્ઠ મુહૂર્ત છે.
વધુ સૂક્ષ્મ નવમાંશ સહિતના મુહૂર્ત માટે આપના કૌટુંબિક ખાનદાની પંડિત-શાસ્ત્રી- વિદ્વાનનો સંપર્ક કરવો.

શારદા-સરસ્વતી પૂજા મંત્રો-લક્ષ્મી મંત્રો
દીપાવલિના શુભ દિવસે અનુકૂળ શુભ મુહૂર્તમાં શ્રી ગણેશ પૂજા અને ગણેશ મંત્ર ધ્યાન, સરસ્વતી મંત્ર ધ્યાન તેમજ લક્ષ્મીજીના પ્રભાવક મંત્રોના જાપ ઘણાં ફળદાયી નીવડે છે. જે વર્ષ આખું આપને પ્રેરણા-ઊર્જા અને લાભની તકો વધારે છે. લક્ષ્મીદાયક, શુભ પવિત્ર, શુકનિયાળ વસ્તુઓ જેવી કે કોડી, જમણો શંખ, ગોમતી ચક્ર, લક્ષ્મી યંત્ર, વ્યાપાર યંત્ર, શ્રીયંત્ર, શાલિગ્રામ વગેરેનું પૂજન અને મંત્ર અને અભિષેક કરવાથી શુભ ફળ વધે છે.

સરસ્વતી મંત્રો : (૧)  ૐ ઐં
(૨)  ૐ ઐં નમઃ
(૩)  ૐ ઐં સરસ્વત્યૈ નમઃ
(૪)  ૐ હ્રીઁ શારદાયૈ નમો નમઃ

પ્રભાવશાળી લક્ષ્મી મંત્રો
દિવાળીના પવિત્ર શુભ દિવસે પૂજા સ્તોત્ર પાઠ શ્રીસૂક્તની પૂજા-પાઠ બાદ ધ્યાન મંત્રો યથાશક્તિ સંખ્યામાં કરવાથી લક્ષ્મી સુખ વધે છે.
(૧)  ૐ શ્રીમ્
(૨)  ૐ શ્રીમ્ શ્રીયૈ નમઃ
(૩)  ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
(૪)  ૐ ઐં હ્રીઁ ક્લીઁ શ્રીં શ્રીયૈ નમઃ
(૫)  ૐ કમલાવાસિન્યૈ સ્વાહા
(૬)  ૐ ગં ઐં શ્રીઁ નમો નમઃ
(૭)  ૐ ઐં હ્રીઁ ક્લીઁ શ્રીઁ મહાલક્ષ્મ્યૈ નમઃ
(૮) દરિદ્રતા નિવારણ અર્થે મંત્ર :
ૐશ્રીં હ્રીઁ દારિદ્રય વિનાશિન્યે
શ્રી મહાલક્ષ્મ્યૈ નમો નમઃ
(૯) ઋણ-કરજ નિવારણ
ૐ હ્રીઁ ક્લીઁ શ્રીઁ લક્ષ્મી મનગૃહે આગચ્છ ઋણ મુક્તિ કરોતિ સ્વાહા

8 નવેમ્બર, 2015

આવતીકાલે ધનતેરસના દિવસે પૂજા કરવાના શુભ મુહુર્ત એક જ ક્લિક પર

સોમવાર તા. 9-11-2016ના રોજ આસો વદ-તેરશ- ધનતેરશ છે. સોમપ્રદોષ છે. પ્રદોષકાળ વ્યાપિની તેરશ શુભ ગણાય છે. આ દિવસે આરોગ્ય-આયુષ્ય માટે ધન્વંતરિ ભગવાનનું પૂજન-શિવજીનું પૂજન- મહામૃત્યુંજય જાપ કરી શકાય. ધનપૂજન-સુવર્ણ રૌપ્ય મુદ્રા આભૂષણો અને લક્ષ્મી યંત્ર, શ્રી યંત્ર, શાલિગ્રામ, દક્ષિણાવર્તી શંખપૂજન- રુદ્રીથી માળાપૂજન-અન્ય એકાક્ષી શ્રીફળ, કોડી વગેરે પૂજન કરવાનું મહાત્મ્ય છે.

શુભ મુહૂર્તો : ધનપૂજન-ધન્વંતરિ પૂજન માટે
પ્રાત:કાળે : ૬.૪૫ ક.થી ૮.૧૧ કલાક
બપોરે : ૯.૩૬ કલાકથી ૧૧.૦૨ કલાક
૧૩.૪૮ કલાકથી ૧૫.૧૫ કલાક
સંધ્યા સમયે : ૧૬.૪૪ કલાકથી ૧૮.૦૭ સુધી
૧૮.૦૮ કલાકથી ૧૯.૪૫ સુધી
આમાં સવારે ૭.૩૦ કલાકથી ૮ ઉત્તમ.
બપોરે ૧૪ કલાકથી ૧૫ સુધી ઉત્તમ.
સાંજે ૧૮.૩૦ કલાકથી ૧૯.૩૦ ઉત્તમ છે.

આ દિવસે અનેક શુદ્ધ શુભ પવિત્ર લક્ષ્મી માટેની શુકનવંતી વસ્તુઓ કાળી હળદર, જમણો શંખ-લઘુ નાળિયેર, સ્ફટિક અથવા ધાતુ અથવા રૌપ્ય-તામ્રનું શ્રીયંત્ર વગેરેની પૂજા ઘણી ફળદાયી બને છે જેથી વર્ષ આખું જીવન વધુ સુખદ્ બને છે.

3 નવેમ્બર, 2015

પૂજામાં વપરાતું કપૂર છે શ્રેષ્ઠ ઔષધી, જાણો તેના 15 જબરદસ્ત ફાયદાઓ

આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ પૂજાની કેટલીક વસ્તુઓ બહુ જ ફાયદાકારક હોય છે. એવી જ એક વસ્તુ છે કપૂર, તેનો પ્રયોગ અનેક બીમારીઓમાં કરવામાં આવે છે. કપૂરને આયુર્વેદમાં એક ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. આમ કપૂર અને કપૂરનું તેલ બહુ જ ફાયદાકારક હોય છે. પૂજામાં ઉપયોગ થતાં કપૂરનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. કપૂરનો ઉપયોગ અનેક જાતના મલમ બનાવવામાં પણ કરવામાં આવે છે. સૌંદર્યને નિખારવા, ત્વચાની સમસ્યાઓ અને એલર્જીમાં પણ કપૂર બહુ જ લાભકારક હોય છે. જેથી આજે અમે તમને કપૂરના કેટલાક ઉપયોગ અને પ્રયોગવિધિ જણાવીશું, જેની મદદથી તમે તમારી સમસ્યા પ્રમાણે કપૂરનો પ્રયોગ કરી શકશો.

- કપૂરથી તૈયાર તેલ દ્વારા શરીરના રક્તનો સંચાર યોગ્ય રીતે થાય છે. શરીરના કોઈપણ અંગમાં દુખાવો થાય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મેળવી શકાય છે. ગઠિયાના રોગીઓ માટે આ તેલની માલિશ તરત આરામ આપનારી હોય છે.

-શરીરના કોઈ ભાગ કે અંગ પર ખાલી ચડતી હોય તો તેના પર જો કપૂરનું તેલ લગાવવામાં આવે તો તરત રાહત થાય છે.
-ઉબટનમાં પણ થોડું કપૂર મિક્ષ કરીને લગાવવાથી ત્વચા ચમકીલી બને છે.

-ત્વચા માટે કપૂર બહુ જ ફાયદાકારક હોય છે. આ કોશિકાઓને મજબૂત બનાવે છે અને આનાથી ત્વચામાં નિખાર આવે છે. કપૂર ખીલની સમસ્યા માટે રામબાણ માનવામાં આવે છે. કપૂરનું તેલ જે જગ્યાએ ખીલ થયા હોય ત્યાં લગાડવાથી ખીલ તરત બેસી જાય છે અને ડાઘા પણ દૂર થાય છેય
 
-ખુજલી અને ચામડીમાં બળતરા જેવી ત્વચાની સમસ્યાઓ માટે જે તે ભાગે આ સમસ્યા હોય ત્યાં કપૂરનું તેલ લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.

-વૈજ્ઞાનિક શોધ મુજબ જાણવા મળ્યું છે કે કપૂરની સુંગધ જીવાણું, વિષાણુ વગેરે બીમારી ફેલાવનારા જીવને નષ્ટ કરે છે, આનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને બીમારી થવાનો ભય પણ રહેતો નથી. જેથી તમે ઘરમાં કપૂરની ધૂપ પણ કરી શકો છો.

જન્મતારીખ અનુસાર કેવું ધારણ કરવું જોઈએ રત્ન..

મૂલ્યવાન રત્નોની સચોટ જાણકારી અને માર્ગદર્શન પ્રાપ્ત થાય તો જ રત્ન ધારણ કરવાનું યથાર્થ ગણાય. ઘણી વાર અજાણતા કે દેખાદેખીમાં અધૂરી જાણકારીથી આપણે જે રત્ન ધારણ કરીએ તે લાભને બદલે નુકસાન કરે તેવી શક્યતા વધારે રહે છે. તેથી તમારા માટે કયું રત્ન અનુકૂળ રહેશે તે જાણી લેવું જરૂરી છે. રત્નશાસ્ત્રમાં રત્ન ધારણ કરવા અંગે માર્ગદર્શન કે કેટલાંક નિયમો જણાવવામાં આવ્યા છે. જેના પરથી નક્કી કરી શકાય છે કે કયું રત્ન ધારણ કરવાથી લાભ થશે.
         જન્મપત્રિકામાં ચંદ્ર દૂષિત હોય અથવા વૃશ્ચિક રાશિનો હોય એવા જાતકે મોતી અવશ્ય ધારણ કરવું જોઈએ.
         લગ્નમાં કે ચોથા સ્થાનમાં સૂર્ય હોય તેવી વ્યક્તિઓએ માણેક ધારણ કરવું.
         કુંડળીમાં મંગળ-રાહુ કે મંગળ-શનિ અથવા મંગળ દૂષિત કે બળહીન હોય તો પ્રવાલ રત્ન ધારણ કરવું લાભદાયી રહે છે.
         15 જૂનથી 14 જુલાઈ તથા 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીમાં જન્મેલ અથવા કુંડળીમાં આઠમા કે બારમા સ્થાનમાં બુધ હોય તો બુધનું રત્ન પન્ના ધારણ કરવું.
         કુંડળીમાં મકરનો ગુરુ હોય ત્યારે અથવા ધન કે મીન રાશિવાળા જાતકો પોખરાજ પહેરે તો ઘણો લાભ થાય.
         કોઈ પણ મહિના કે વર્ષમાં 8, 17 અને 26 તારીખે જન્મેલા અથવા વૃષભ, તુલા, વૃશ્ચિક લગ્નવાળા જાતકોએ શનિ રત્ન નીલમ અવશ્ય ધારણ કરવું જોઈએ.
         કુંડળીમાં શનિ દુર્બળ, વક્રી કે નીચ રાશિનો બનતો હોય તો નીલમ ધારણ કરી શકાય.
         બુધ-શુક્ર સાથે કુંડળીમાં રાહુ હોય અથવા છઠ્ઠા, આઠમા સ્થાને રાહુ સ્થિર હોય તો રાહુનું રત્ન ગોમેદ ધારણ કરવું જોઈએ.
      15 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન જન્મેલ અથવા જન્મરાશિથી બીજા કે ચોથા સ્થાનનો કેતુ અશુભ હોય તેવી વ્યક્તિઓ કેતુનું રત્ન વૈદૂર્ય ધારણ કરે તો ખૂબ જ લાભ થાય છે.
         મીન લગ્ન હોય તો હીરો ક્યારેય ના પહેરવો. મકર લગ્નવાળાએ હીરો પહેરવાની જરૂર નથી.
         સામાન્ય રીતે રત્નની વીંટી ડાબા હાથની આંગળીએ ના પહેરવી જોઈએ, પરંતુ પરવાળું જો ડાબા હાથની મધ્યમા આંગળીમાં ત્રિલોહ ધાતુમાં ધારણ કરો તો વિશેષ લાભ થાય છે.

1 નવેમ્બર, 2015

7મીથી દિવાળીના તહેવારો જાણો..

તા.૧ નવેમ્બરના ૧૦ દિવસ પછી દિવાળીની ઉજવણી થશે. એટલે કે તા.૧૧મી નવેમ્બરના રોજ આસો માસની અમાસ એટલે કે દિવાળીની ઉજવણી થશે. નૂતન વર્ષ તા.૧૨મી નવેમ્બર, ગુરુવારના રોજ ઉજવાશે. દિવાળીનાં તહેવારોનો પ્રારંભ તા.૭ નવેમ્બરથી થશે, જ્યારે તા.૩ નવેમ્બર, મંગળવારે પુષ્ય નક્ષત્ર છે. આ સમયમાં સોનાની ખરીદી કરવાનું શુકનવંતુ માનવામાં આવે છે.

આ અંગે  જણાવ્યું કે આસો વદ આઠમ, મંગળવાર, તા.૩ નવેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરે ૧૨.૦૦થી ૧.૪૮ લાભ-અમૃત ચોઘડિયાં શ્રેષ્ઠ, વિજય અભિજીત મુહૂર્ત સમન્વિત શ્રેષ્ઠ સમય આવે છે. બપોરે ૩.૧૨થી સાંજે ૫.૫૪ શુક્ર, બુધની હોરા શ્રેષ્ઠ, શુભ ચોઘડિયું તેમજ પુષ્ય નક્ષત્રમાં સાંજે ૫.૫૪ પહેલાં સ્ટેશનરી, સોનું, ચાંદી, ઝવેરાત ખરીદવા, ધારણ કરવા શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે આ દિવસે ગોચરમાં ચંદ્ર પણ કર્કનો છે. માટે આ દિવસ લક્ષ્મીયોગકર્તા થાય છે. જોકે, આ દિવસે વૈધૃતિ મહાપાત સવારે ૧૧.૦૦ વાગ્યા સુધી હોવાથી ત્યારપછીનો સમય અને પુષ્ય નક્ષત્ર સાંજે ૫.૫૪ સુધી રહે છે, માટે તે પહેલાનો સમય ખરીદી, પૂજન-વિધિ, અનુષ્ઠાન, દાન-પુણ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે ભારતીય પરંપરામાં પુષ્ય નક્ષત્રનું ખાસ મહત્ત્વ છે. પુષ્ય નક્ષત્રનો અર્થ થાય છે, પોષણ કરનાર અથવા તો ઊર્જા કે શક્તિ પ્રદાન કરનાર. માટે જ આ નક્ષત્ર કલ્યાણકારી અને શુભ માનવામાં આવે છે. નક્ષત્રોમાં આ પુષ્ય નક્ષત્રનો ક્રમ આઠમો છે. આ નક્ષત્રના સ્વામી ગ્રહ શનિ છે તો ગુરુ મહારાજ તેના અધિષ્ઠાતા માનવામાં આવ્યા છે. માટે જ આ દિવસે વિવિધ પ્રકારના અનુષ્ઠાન, મંત્ર-તંત્ર તથા ગ્રહોના રત્ન ધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ નક્ષત્રને 'તિષ્ય' અને 'અમરેજ્ય' નામથી પણ ઓળખવામાં આવે છે. દેવી-દેવતાઓનું પૂજન પણ આ દિવસે ઉત્તમ માનવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જે રીતે સર્વ પશુઓમાં સિંહ બળવાન છે, તેમ સર્વ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર બળવાન છે. દીક્ષા અને વિવાહ સિવાયના બધા જ કાર્યોમાં તારા અને ચંદ્રનું બળ ન હોય તો પણ પુષ્ય નક્ષત્ર લેવું કારણ કે અન્યના બળનું પુષ્ય નક્ષત્ર હરણ કરે છે, પરંતુ પુષ્ય નક્ષત્રના બળને કોઇ દૂર કરી શકતું નથી. લગ્નબળ ન હોય, યોગબળ ન હોય, તારાબળ ન હોય કે ચંદ્રબળ ન હોય તથા તિથિ કે કાળનો દોષ હોય તો પણ પુષ્ય નક્ષત્ર સર્વકાર્ય સિદ્ધિ કરે છે.

૭મીએ રમા એકાદશી અને ગોવત્સ દ્વાદશી કે જેને વાક્‌બારશ પણ કહેવામાં આવે છે, તેની સાથે દિવાળીના તહેવારાનો પ્રારંભ થશે. જ્યારે તા.૯મીએ ધનતેરશ, ધન્વન્તરિ ત્રયોદશી તથા તા.૧૦મીએ કાળીચૌદશ અને તા.૧૧મીએ દિવાળીની ઉજવણી થશે. જ્યારે તા.૧૨મીએ નૂતન વર્ષ, વિક્રમ સંવત-૨૦૭૨નો પ્રારંભ થશે.