ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

28 સપ્ટેમ્બર, 2015

આજથી શ્રાદ્ધ-તર્પણ થશે : આ વર્ષે ‘સોમવાર’ અને પિતૃપક્ષનો સંયોગ

તા.૨૮મી સપ્ટેમ્બર, ૨૦૧૫નાં રોજ સોમવારથી પિતૃપક્ષનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વિશેષ વાત એ છે કે શ્રાદ્ધપક્ષની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થવાની છે, એટલે કે સર્વપિતૃ અમાસ તા.૧૨મી ઓક્ટોબરનાં રોજ આવશે. જ્યારે તા.૬ ઓક્ટોબરના રોજ અવિધવા નવમી છે એટલે કે નોમનું શ્રાદ્ધ છે.

 "દિલીપભાઈ ત્રિવેદી" અે જણાવ્યું કે સદ‌્ગત પિતૃઓને ઉદ્દેશીને શાસ્ત્રોક્ત કાલ એવં સ્થાનમાં શ્રદ્ધા અને વિધિપૂર્વક જે કંઇ પિણ્ડદાનાદિ ક્રિયા કરવામાં આવે છે; સુપાત્રને-બ્રાહ્મણોને જે કંઇ પક્વાન્ન (રાંધેલુ અન્ન), આમાન્ન (કાચુ સીધુ) કે સુવર્ણ આદિ દાન કરવામાં આવે છે, તેને 'શ્રાદ્ધ' કહે છે. શ્રાદ્ધથી પરલોકમાં પિતૃઓની અક્ષયતૃપ્તિ થાય છે; પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. કરેલું 'શ્રાદ્ધ'; માનવ, પશુ, વનસ્પતિ આદિ સમસ્ત પ્રાણિઓને સંતૃપ્ત કરે છે તથા પિતૃઓ શ્રાદ્ધકર્તાને દીર્ઘ આયુ, સંતતિ, ધન, વિદ્યા, રાજ્ય, સુખ, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.

તેમણે કહ્યું કે ભાદ્રપદ માસ(ભાદરવા મહિના)નો કૃષ્ણપક્ષએ 'શ્રાદ્ધપક્ષ' કહેવાય છે. સ્નાન, દાન, જપ વગેરેમાં સૂર્યોદય વખતે હોય તેવી 'સકલા' તિથિ ગ્રહણ થાય છે; પરંતુ મરણ અને વ્રતનાં પારણમાં તાત્કાલિક તિથિ ગ્રાહ્ય છે. યથા સૂર્યોદય વખતે ચતુર્થી હોય અને બપોર પછી પંચમી તિથિ બેસે; પછી કોઇનું મરણ થાય તો તેને પંચમીનું મરણ કહેવાય. પિણ્ડપિતૃયાગ; એ શ્રૌત અને તેનાથી ભિન્ન સ્માર્ત એમ બે પ્રકારનાં તથા નિત્ય, નૈમિત્તિક, કામ્ય આદિ ૧૨ પ્રકારનાં 'શ્રાદ્ધ' હોય છે. શાસ્ત્રમાં 'શ્રાદ્ધ' કરવા માટે ઉપયુક્ત એવા અમાસ, સંક્રાંતિ, મહાલયાદિ ૯૬ તથા અન્ય પણ કાલ કહ્યા છે.
     

22 સપ્ટેમ્બર, 2015

૨૨ સપ્ટેમ્બરનું રાશિફળ

દિલીપભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮
રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. માનસિક ચિંતા હળવી બને. આકસ્મિક ધન-લાભ થઇ શકે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭
ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે. સંતાન સંબંધી પ્રશ્નો હલ થઇ શકે. પ્રવાસનું આયોજન શક્ય.

મિથુન (ક, છ, ઘ)| શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬
વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. હિતશત્રુઓથી સંભાળવું.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪
આરોગ્ય સુખમય બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. પ્રવાસનું આયોજન શક્ય.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫
કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. દિવસ આનંદમય પસાર થઇ શકે છે. ધર્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩
લગ્નજીવન સુખમય બની રહે. આરોગ્યની કાળજી રાખવી હિતાવહ. વાહન-જમીનનાં પ્રશ્નો હલ થઇ શકે.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨
કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. શેર-સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. આર્થિક સ્થિતિ મજબૂત બને.

વૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧
રોકાયેલા નાણાં પરત મળી શકે છે. વેપાર ક્ષેત્રે નવી તક મળી શકે. નોકરીમાં પદોન્નતિની શક્યતા.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨
આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. કાર્યક્ષેત્રે વાણી સંયમ રાખવો.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧
વાહન ચલાવતા કાળજી રાખવી. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦
સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. આરોગ્ય સુખમય બની રહે.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯
વારસાગત મિલકતનાં વિવાદોનો અંત આવી શકે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. ચિંતા હળવી બને.

17 સપ્ટેમ્બર, 2015

" ગરુડ પુરાણમાં બતાવ્યું છે મૃત્યુ પછી શું-શું થાય છે આત્માની સાથે "
 
( દિલીપભાઈ  ત્રિવેદી )
 
                                           હિન્દુ ધર્મમાં આમ તો અનેક ગ્રંથ અને પુરાણ છે, પરંતુ એ બધામા ગરુડ પુરાણનું એક આગવું વિશેષ મહત્વ હોય છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડ દેવને મૃત્યુ સંબંધિત અનેક ગુપ્ત વાતો બતાવી છે. મૃત્યુ પછી જીવાત્મા યમલોજ સુધી કઈ રીતે જાયછે, તેનું વિસ્તૃત વર્ણન ગરુડ પુરાણમાં બતાવ્યું છે. ગુરુડ પુરાણ પ્રમાણે મૃત્યુ પછી લગાતાર 47 દિવસ સુધી ચાલ્યા પછી આત્મા યમલોક પહોંચે છે. શ્રાદ્ધ પક્ષના અવસરે અમે તમને ગરુડ પુરાણમાં લખેલી કેટલીક એવી ખાસ અને રોચક વાતો બતાવી રહ્યા છીએ.
 
- ગરૂડપુરાણ અનુસાર જે માણસનું મૃત્યુ થવાનું હોય છે, ત્યારે બોલવાની ઈચ્છા હોવા છતાં પણ બોલી શકતા નથી. અંત સમયમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને તે સંપૂર્ણ સંસારને એક રૂપ સમજવા લાગે છે. તેની બધી ઈન્દ્રીઓ નષ્ટ થઈ જાય છે અને તે જડ અવસ્થા હોય છે એટલેકે હલનચલન માટે વ્યક્તિ અસમર્થ હોય છે.
 
- ત્યાર પછી તેના મુખમાં ફીણા નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેના માર્ગથી નીકળે છે. તે સમયે બે યમદૂત આવે છે, તે મોટા ભયાનક તથા ક્રોધીનેત્રોવાળા તથા પાશદંડને ધારણ કરનાર નગ્ન અવસ્થામાં આવે છે. તે પોતાના દાંત કકડાવે છે.
 
- યમદૂત કાગડા જેવા કાલા વાળ હોય છે, તેના મુખ આડાઅવળા હોય છે, નખ જ તેના શસ્ત્ર હોય છે. આવા યમદૂતોને જોઈને પ્રાણી ભયભીત થઈને મળમૂત્ર ત્યાગ કરવા લાગે છે. તે સમયે શરીર માંથી અંગૂઠા જેવડો જીવ હા..હા... શબ્દ કરતા નીકળે છે, જેને યમદૂત પકડી લે છે.
 

 


- યમરાજના દૂત તેને ભોગવાળા શરીરને પકડીને ગાળીયો ગળામાં બાંધે છે, તે ક્ષણ યમલોકમાં લઈ જાય છે. જે રીતે રાજાના સૈનિક દંડપાત્ર પ્રાણીને પકડીને લઈ જાય છે. તે રીતે પાપી જીવાત્માને રસ્તામાં થાકવાથી પણ યમરાજના દૂત ભયભીત કરે છે અને તેને નરકના દૂઃખને વારંવાર સંભળાવે છે.
 
- યમદૂતની એવી ભયાનક વાતો સાંભળી પાપાત્મા જોરજોરથી રડવા લાગે છે, પરંતુ યમદૂત તેના પર દયા ખાતા નથી. ત્યાર પછી તે અંગૂઠા જેવડો જીવ યમદૂતોથી ડરે છે, કૂતરાઓ તેને કરડવાથી દુઃખી થાય છે અને પોતાના પાપને યાદ કરે છે.
 
- અગ્નિની જેમ ગરમ હવા તથા ગરમ વાળ પર તે જીવ ચાલી નથી શકતો અને તે ભૂખ-તરસથી પણ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે યમદૂત તેની પીઠ પર ચાબુક મારતા તેને આગળ લઈ જાય છે. તે જીવ પડતો આખડતો બેહોશ થતો ચાલે છે અને પછી ઉઠીને ચાલવા લાગે છે. આ પ્રકારના યમદૂત તે પાપીને અંધારઘેર્યા માર્ગથી યમલોક લઈ જાય છે.
 
 
ગુરુડ પુરાણ અનુસાર યમલોક 99 હજાર યોજન (વૈદિક કાળની હિન્દુ લંબાઈ માપનનું પરિમાણ છે. એક યોજન બરાબર ચાર કોસ એટલે કે 13-16 કિ.મી.) છે. ત્યાં પાપી જીવને બે, ત્રણ મુહૂર્તમાં લઈ જાય છે, ત્યાર પછી યમદૂત તેના ભયાનક નરક યાતના આપે છે. તેનાથી તે જીવાત્મા યમ તથા યમની યાતના જોઈને થોડીવારમાં યમરાજની આજ્ઞાથી યમદૂત દ્વારા આકાશમાર્ગથી ફરી પોતાના ઘરને આવે છે.
 
- ઘરમાં આવીને તે જીવાત્મા આપના શરીરમાં ફરી પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતના પાશ બંધનથી તે મુક્ત ન થઈ શકે અને ભૂખ-તરસના કારણે રડે છે. પુત્ર વગેરે જે પિંડ અને અંત સમયમાં દાન કરે છે, તેનાથી પણ પ્રાણીને તૃપ્તિ થતી નથી કારણ કે પાપીને દાન, શ્રદ્ધાંજલી દ્વારા તૃપ્તિ મળતી નથી, આ પ્રકારે ભૂખ-તરસથી યુક્ત થઈને તે જીવ યમલોકમાં જાય છે.
 
 
- ત્યાર પછી જે પાપાત્માના પુત્ર વગેરે પિંડદાન નથી આપતા તો તે પ્રેત રૂપ થઈ જાય છે અને લાંબા સમય સુધી નિર્જન વનમાં દુઃખી થઈને ફરતા રહે છે. એટલો સમય પસાર થયા પછી પણ કર્મને ભોગવવું જ પડે છે કારણ કે પ્રાણી નરક યાતના ભોગ વગર માણસનું શરીર પ્રાપ્ત થતું નથી.
 
- ગરૂડ પુરાણ અનુસાર માણસનું મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન જરૂર કરવું જોઈએ. તે પિંડદાનને દરરોજ ચાર ભાગ થઈ જાય છે. તેમાં બે ભાગ તો પંચમહાભૂત દેહને પુષ્ટિ આપનાર હોય છે, ત્રીજો ભાગ યમદૂતને થાય છે તથા ચોથો ભાગ પ્રેત ખાય છે. નવમા દિવસે પિંડદાન કરવાથી પ્રેતનું શરીર બને છે, દસમા દિવસે પિંડદાનથી તે શરીરને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
 
- ગરૂડપુરાણ અનુસાર શવને અગ્નિમાં વિલિન કર્યા પછી પિંડથી હાથ બરાબરનું શરીર ઉત્પન્ન થાય છે. ત્યાં યમલોકના માર્ગથી શુભ-અશુભ ફળને ભોગવે છે. પહેલા દિવસે પિંડદાનથી મૂર્ધા (માથુ), બીજા દિવસથી ગર્દન અને ખંભા, ત્રીજા દિવસથી હૃદય, ચોથા દિવસનું પીડથી પીઠ, પાંચમા દિવસથી નાભિ, છઠ્ઠા અને સાતમા દિવસથી કમર અને નીચેના ભાગ, આઠમા દિવસથી પગ, નવમા અને દસમા દિવસથી ભૂખ-તરસ વગેરે ઉત્પન્ન થાય છે. એવા પિંડ શરીરને ધારણ કરી ભૂખ-તસથી વ્યાકુળ પ્રેત આત્મા અગાય અને બારમા દિવસનું ભોજન કરે છે.
 
 
-યમદૂતો દ્વારા તેરમા દિવસે પ્રેત(આત્મા)ને વાંદરાની જેમ પકડી લેવામાં આવે છે.
 
- યમદૂત દ્વારા તેરમા દિવસે પ્રેતને વાંદરાની જેમ પકડીને લઈ જાય છે. ત્યાર પછી તે પ્રેત ભૂખ-તરસથી તરફડી યમલોકમાં એકલા જ જાય છે. યમલોક સુધી પહોંચવાનો રસ્તો વૈતરણી નદીને છોડીને છ્યાંસી હજાર યમલોક પહોંચે છે. - આ પ્રકારે માર્ગમાં સોળહજાર પુરિઓને પાર કરી પાપી જીવ યમપુરિમાં યમરાજાના ઘરે જાય છે.
 
આ સોળ પુરિઓના નામ આ પ્રકારે છે – સોમ્ય, સૌરિપુરિ, નગેન્દ્રભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રોચ, ક્રૂરપુર, વિચિત્રભવન, બાહ્યાપાદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્તભવન, રોદ્ર, પયોવર્ષણ, શીતઢ્ય, બહુભીતિ. આ સોળ પુરિઓને પાર કર્યા પછી આગળ યમરાજપુરીમાં આવે છે. પાપી પ્રાણી યમ, પાશમાં બંધાયેલા માર્ગમાં પહોંચીને પોતાના ઘરને છોડીને યમરાજ પુરી આવે છે.
 
 
 

હિન્દુ ધમૅની મહત્વની બાબતો

 લગ્ન નોંધણી માટેના ડોક્યુમેન્ટલગ્ન નોંધણી માટેના ડોક્યુમેન્ટ

16 સપ્ટેમ્બર, 2015

ચતુર્થી પર લાવો રાશિ મુજબ ગણેશજીની મૂર્તિ, થશે સૌ સારા વાના

“वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः, निर्विघ्नं कुरु मे देव, सर्व कार्यषु सर्वदा”... આ શ્લોક ભગવાન શિવના પુત્ર ગણેશજીને સમર્પિત છે. જેનો અર્થ છે, ‘હે વાંકી સૂંઢવાળા વિશાળકાય ગણેશજી, મારા જીવનના બધા કાર્યોને વિઘ્નરહિત કરી એક સારું જીવન પ્રદાન કરો.

હિન્દુ ધર્મમાં ગણેશજીને ભક્તોની સમસ્યાઓ હરનાર માનવામાં આવે છે એટલે તો તેમને વિઘ્નહર્તાનું નામ આપવામાં આવ્યું છે. આથી હિંદુઓ દરેક શુભ કાર્ય કરતા પહેલા ગણેશ પૂજનને યોગ્ય માને છે, જેથી થવાવાળા કાર્યો કોઈ પણ વિઘ્ન વિના પૂરા થઈ જાય. આજે ગણેશ ભગવાનના સંદર્ભમાં ચર્ચા કરવા પાછળ કારણ છે ગણેશ ચોથનો તહેવાર. આવતી કાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજથી ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે. ચારેય તરફ ગણેશજીની પૂજા થશે. ઘર-ઘરમાં તેમની સ્થાપના કરવામાં આવશે, સવાર-સાંજ તેમની સેવા કરવામાં આવશે તેમને મીઠા અને સ્વાદિષ્ટ મોદકનો પ્રસાદ ચડાવવામાં આવશે અને છેલ્લે વહેતા પાણીમાં પૂર્ણ વિધિ-વિધાનની સાથે તેમનું વિસર્જન કરવામાં આવશે.

"કેવી રીતે કરશો ભગવાન શ્રીસિદ્ધિ વિનાયકનું સ્થાપન"

"દિલીપભાઈ ત્રિવેદી"                           ભગવાન ગણેશજી શીઘ્ર પ્રસન્ન થનાર અને તુરંત ફળ આપનાર દેવ તરીકે માનવામાં આવે છે. હિ‌ન્દુ ધર્મ અને ભારતીય ધર્મ પરંપરામાં કોઇ શુભ કામ અને માંગલિક પ્રસંગ એવો નહીં હોય કે જેમાં ભગવાન ગણેશની આરાધના કર્યા વગર તેનો પ્રારંભ કરી શકાય. શુભ પ્રસંગોનો શુભારંભ જેમની સ્તુતિ વડે થાય છે એવા વિઘ્નહર્તા ભગવાનની જન્મજયંતિ એટલે ભાદરવા સુદ ચોથનો મંગલ દિવસ, ગણેશ ચોથ. એમનાં જન્મની સાથે જોડાયેલી ભીન્ન ભીન્ન ઘટનાઓ અને કથાઓનું વર્ણન આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યુ છે. આજે આપણે ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરવા માટેનાં કેટલાક નિયમોની વાત કરીશું. તે પહેલાં જોઈ લો જોઈ તો ગણેશ સ્થાપનાના શુભ મૂહુર્ત...

શુભ ચોઘડિયા અને ગણેશ સ્થાપનનો સમયઃ-

સવારે 6.28થી 7.59 શુભ,

11.02થી 12.34 ચલ,

12.34થી 14.06 લાભ,

14.06થી 15.37 અમૃત ચોઘડિયામાં કરી શકાશે.

જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે 12.10થી 12.58 ખૂબ યોગ્ય છે.

ગણેશ સ્થાપનાનિ વિધિઃ-

…-પાર્થિ‌વ ગણેશજીની પ્રતિમા બનાવવા માટે શુદ્ધ માટીનો ઉપયોગ સૌથી વધુ શ્રેષ્ઠ હોવાની વાત આપણાં ઋષી-મુનીઓએ કહી છે.

…-લાલ અને પીળી માટીમાંથી ભગવાનની મૂર્તિ‌ બનાવવી જોઇએ. કાળી માટી અને અવાવરૂં જગ્યા કે સ્મશાનભૂમિની માટી વાપરવાનું ત્યાજય કરવાનો આદેશ છે.

…-માટી માથી બનાવેલી મૂર્તિ‌ને જુદા જુદા કલર અને રંગથી આકાર અને રેખાઓ આપી શકાય છે.

…-માટીની મૂર્તિ‌ સિવાય પથ્થર અને મારબલની મૂર્તિ‌ પણ ગ્રાહ્ય છે.

ઘર અને દુકાનમાં વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય

"દિલીપભાઈ ત્રિવેદી"                                 તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વિના નીચે દર્શાવેલા ઉપાયો વડે તમે વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો.
-
પોતાની પસંદગીને અનુસાર સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા પોતાના માથાની તરફના ખુણા પાસે મુકો.
-
સુવાના રૂમની અંદર એઠા વાસણ ન રાખવા, આનાથી પત્નીનું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે અને ધનની ઉણપ પણ થાય છે.
-
પરિવારનો કોઈ પણ સભ્ય માનસિક તણાવને લીધે પીડાતો હોય તો કાળા મૃગની ચામડીને પાથરીને સુવાથી લાભ થાય છે. કોઈ પણ વ્યક્તિને ખરાબ સ્વપ્નો આવતાં હોય તો ગંગાજળ માથા પાસે રાખીને સુવું.
-
પરિવારમાં કોઈ રોગગ્રસ્ત હોય તો ચાંદીના વાસણમાં શુદ્ધ કેસરયુક્ત ગંગાજળ ભરીને ઓશિકા પાસે મુકી દેવું.
-
જો કોઈ વ્યક્તિ માનસિક તણાવને લીધે હેરાન હોય તો રૂમમાં શુદ્ધ ઘીનો દિવો પ્રગટાવીને રાખો અને સાથે ગુલાબની અગરબત્તી પણ સળગાવો.
-
સુવાના રૂમમાં ક્યારેય પણ સાવરણી ન રાખવી. જો કોઈ કષ્ટ પડી રહ્યું હોય તો તકીયાની નીચે લાલ ચંદન મુકીને સુઈ જવું.
-
ગુપ્ત શત્રુ હેરાન કરી રહ્યાં હોય તો લાલ ચાંદીના સાપ બનાવીને તેમની આંખોમાં સુરમો લગાવી તેમને પગની નીચે રાખીને સુવુ જોઈએ.
-
દુકાનમાં મન ન લાગતું હોય તો શ્વેત ગણપતિની મૂર્તિની વિધિપૂર્વક પૂજા કરીને મુખ્ય દ્વારની આગળ અને પાછળ સ્થાપિત કરવી.
-
જો દુકાનનો મુખ્ય દ્વાર અશુભ હોય અથવા દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોય તો 'યમકીલક યંત્ર' ની પૂજા કરીને સ્થાપના કરવી. જો સરકારી કર્મચારી દ્વારા હેરાન થતાં હોય તો સુર્ય યંત્રની વિધિપૂર્વક પૂજા કરીને દુકાનમાં તેની સ્થાપના કરવી.
-
સીડીઓની નીચે બેસીને મહત્વપુર્ણ કાર્ય ન કરો.
-
દુકાન, ફેક્ટરી, કાર્યાલય વગેરે જગ્યાએ વર્ષમાં એક વખત પૂજા અવશ્ય કરાવો.
-
જો દુકાનમાં ચોરી થતી હોય તો દુકાનના ઓટલાની પાસે પૂજા કરીને મંગળ યંત્ર સ્થાપિત કરો.

N.D
-
જ્યારથી તમે મકાન લીધું હોય ત્યારથી ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય અને લાગતું હોય કે જુના મકાનમાં બધુ જ સારૂ હતું અને અત્યારે વધારે મુશ્કેલીઓ છે તો ઘરમાં પીળા રંગના પડદા લગાવો.
-
જો બાળકો આજ્ઞાકારી ન હોય, સંતાન સુખ અને સંતાનનો સહયોગ ઈચ્છતાં હોય તો તેને માટે સુર્ય યંત્ર કે તાંબુ ત્યાં મુકો જ્યાં મકાનનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય. પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને મુકો.

15 સપ્ટેમ્બર, 2015

૧૫ સપ્ટેમ્બરનું રાશિફળ

દિલીપભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ વારસાગત િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠા વધે. આકસ્મિક ધન-લાભ થઇ શકે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ ભાગ્યોદયની તક મળી શકે છે. રોજગારીની તક મળી શકે. દિવસ આનંદમય પસાર થઇ શકે.

મિથુન (ક, છ, ઘ)| શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. ભાગ્યોદય ની તક મળી શકે. માનસિક ચિંતા મળી શકે.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે. આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. નોકરીમાં પદોન્નતિની શક્યતા. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય. વિદેશથી શુભ સમાચાર મળી શકે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ રોજગારીની તક મળી શકે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. લગ્નજીવન સુખમય બની રહે.

વૃિશ્ચક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. પ્રવાસનું આયોજન શક્ય.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. માનસિક ચિંતા હળવી બને. રોજગારીની તક મળી શકે.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે. પ્રવાસનું આયોજન શક્ય.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. માનસિક ચિંતા હળવી બને. લગ્નજીવન સુખમય બને.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે. સંતાન સંબંધી પ્રશ્નો હલ થઇ શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

13 સપ્ટેમ્બર, 2015

મંદિર અને શિવાલયની પ્રદક્ષિણા કેવી રીતે કરવી જોઇએ?

શ્રાવણ મહિનામાં આજકાલ ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. બાર મહિના ભગવાનને યાદ નહીંન કરનારા લોકો ભગવાન જાણે મૂંઝાઇ જાય એટલી હદે અછોવાનાં કરી રહ્યા છે. મંદિરોમાં માસિક ભક્તોની ભીડ વધી જાય છે. આખા વર્ષની પુણ્યાઇ જાણે શ્રાવણમાં ભેગી કરી લેવાની હોડ જામે છે. કોઇ ભગવાનને અભિષેક કરતું હોય તો કોઇ ફૂલ ચડાવતું હોય છે, તો કોઇ મંદિરનો ઘંટ વગાડતું હોય છે. વળી કોઇ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને કૃપાની ભીખ માગતું હોય છે, તે કોઇ મંદિરની પ્રદક્ષિણા કરીને કૃતાર્થ થયાનો આહલાદ પામતું હોય છે. મંદિરે આવનારા મોટાભાગના લોકો મંદિરની પ્રદક્ષિણા જરૂર કરતા હોય છે. પરંતુ પ્રદક્ષિણા ખરેખર કઇ રીતે કરવી જોઇએ એની મોટા ભાગના શ્રદ્ધાળુઓને હોતી નથી.

પ્રદક્ષિણા કરવી એટલે પરિક્રમા કરવી. તે ક્લોકવાઇઝ-એટલે કે ઘડિયાળના કાંટા ફરે એ રીતે કરાય છે. કુદરતી પરિભ્રમણ ક્લોકવાઇઝ થાય છે. પરિક્રમા એ કેન્દ્રમાંના ઇશ્વરનું ચુંબક બળ પ્રાપ્ત કરવાના હેતુથી કરાતી પ્રક્રિયા છે. ઇશ્વરની શક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે. ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટા ફરે છે એ રીતે ફરવાની પ્રક્રિયામાં આ ઊર્જાપ્રપ્તિ સહજ-સરળ બને છે. આથી મંદિરની પ્રદક્ષિણામાં અવળો આંટો ફરવો નહીં.

તન અને મન શુદ્ધ હોય તો આ ઊર્જા તમને સહેલાઇથી મળી શકે છે. ઘણા લોકો ભીના કપડે પ્રદક્ષિણા એટલે જ શુદ્ધતાના આશયથી કરતા હોય છે. દરેક મંદિરમાં જળ-કુંડ હોય છે. તેને ગૌમુખી કે કલ્યાણી પણ કહે છે. તેમાંના જળનું આચમન ન કરાય તો તેને આંખે લગાડવાથી પણ ચુંબકીય બળના નિર્ગમન માટેનું માધ્યમ સર્જાય છે. આજે તો મોટાભાગે કલ્યાણી હોતી નથી ને હોય તો સૂકાઇ ગયેલી હોય છે.
ક્લોકવાઇઝ પ્રદક્ષિણા ફરવામાં કેન્દ્રનું બળ તમને ખેંચે છે. ઇશ્વરીય શક્તિ અને આપણા અંતરાત્મા વચ્ચે એક પ્રકારનો સંપર્ક પ્રસ્થાપિત થાય છે. ધીરે ધીરે અને વધુ સમય પ્રદક્ષિણા કરવી એટલે ઇશ્વરના સાંનિધ્યમાં વધુ રહેવું.

બીજી એક બાબત સમજવા જેવી છે કે જેમ જેમ ઉત્તર દિશામાં આગળ વધીએ તેમ તેમ એવાં મંદિરો જોવા મળે છે, જે પૂજા ને ઉપાસના માટે બાંધવામાં આવેલાં હોય. દક્ષિણ દિશાનાં મંદિરોમાં પૂજા અને ઉપાસનાવાળાં પરિબળો તો હોય છે, પણ એની સાથે એ મંદિરો વૈજ્ઞાનિક રીતે બનેલાં જણાય છે. જેમાં સ્નાન, પૂજા, અભિવ્યક્તિ કલા, પ્રદક્ષિણા, વિશ્રામ વગેરે માટે ખાસ જગ્યાઓ હોય છે. શિવાલય અને અન્ય મંદિરોમાં વ્યવસ્થાગત ભિન્નતા હોય છે. શિવાલયમાં જળાધારીનું પાણી બહાર કાઢવાની ગૌમુખી કે કલ્યાણી કે ગંગાધારા જેવી જગ્યા હોય છે, જેમાંથી શિવલિંગ પરનું પાણી જળાધારીમાંથી ટપકતું હોય છે. શિવાલયની પ્રદક્ષિણા અન્ય મંદિરોની પ્રદક્ષિણામાં ફરક હોય છે.

બીજાં મંદિરોમાં ભક્તો સીધી જ ગોળ પ્રદક્ષિણા ફરી લે છે. શિવાલયમાં ગૌમુખી કે ગંગાધારાને ઓળંગાતી નથી. શ્રદ્ધાળુઓ ગૌમુખી કે ગંગાધારાના પાણી(નમન)ને આંખે લગાડીને પરત જાય છે અને એન્ટિક્લોકવાઇઝ ફરીને સામેની બાજુએથી ગૌમુખી કે ગંગાધારા પાસે પાછા આવે છે અને ફરીથી ત્યાં નમન કરે છે. આ પદ્ધતિ શિવાયના કેન્દ્રમાંના શિવજીના ચુંબકીય બળનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એમ બંને તરફથી ભક્તને માટે આવિર્ભાવ થાય છે.

જ્યોતિષમાં શુકન-અપશુકનની રસપ્રદ પદ્ધતિ

છીંક કઇ દિશામાં આવે તો લાભ થાય

૧) પૂર્વ દિશામાં બેઠા હોય ને થાય તો શુભ.

૨) પશ્ચિમ દિશામાં મીઠાઈ ખાવા મળે.

૩) વાવવ્ય દિશામાં ધન લાભ થાય.



શુકન

રસ્તામાં બ્રાહ્મણ, ગાય, દૂધ, મોતી, માણેક, હાથી,

દહીં, ઢાલ, તલવાર, બંદૂક, કુમારિકા, હરણ,

નોળિયો, વાંસ, મોર, પનિહારી, બાળક તેડીને

આવતી સ્ત્રી, વાજિંત્ર જોવા મ‌ળે તો શુકન.

અપશુકન

રસ્તામાં લાકડાં, ચામડું, છાશ, સાપ, વિધવા-વંધ્યા સ્ત્રી, તેલ, શત્રુ, ઝઘડતા માણસો, કાદવ, યોગી, વૈરાગી, પાગલ વ્યક્તિ જોવા મળે તો અપશુકન



કાગડો

૧) જમણેથી ડાબે જાય તો કાર્ય સિદ્ધિ

૨) ચાંચથી જમીન ખોતરે તો લાભ

૩) વડની ડાળે બેસીને બોલે તો શુભ

૪) દૂધાળાં વૃક્ષ પર બેસીને ચાંચ ઘસે

તો માન, કીર્તિ, લક્ષ્મી



ગરોળી

૧) કેડ, પેટ પર પડે તો પીડા,

પીઠ પર પડે તો આફતો આવે.

૨) હાથ, પગ, છાતીએ કે પગ

પર ચઢે તો ધાર્યું ફળ મળે.

સામા શુકન

આ ઉપરાંત ભૃગુ સંહિતા અનુસાર સંત, પદ્મિની સ્ત્રી, હાથી, ઘોડા, ગાય, બળદ, ચંદન સહિતના સુગંધિત લેપ, મીઠાઇ, પાન, યાત્રા સમયે આગળ કે પાછળ નોળીયો દેખાય કે તેનો અવાજ સંભળાય , આપણા પ્રત્યે પ્રેમ રાખનારા મળે, ગાય સાથ વાછરડી, રાજા, છત્ર, દેવની પ્રતિમા, સોનુ-ચાંદી, ઝવેરાત વગેરે મળે તો શુકન.

સામા અપશુકન

કાંચીડો, ગરોળી, બિલાડી, કૂતરા-બિલાડી લડતાં જોવા મળે, પાણી નીતરતો માણસ, નગ્ન કે ગાંડો માણસ, ફેણ માંડીને બેઠેલો નાગ સામા મળે તો અપશુકન થાય.

પખવાડિયામાં બે ગ્રહણની અસર : સત્તાધારીઓ માટે કપરો સમય

પખવાડિયાની અંદર બે ગ્રહણ થઇ રહ્યાં છે, જે સત્તાધારીઓ માટે કપરો સમય બની રહેશે, એવું જ્યોતિષશાસ્ત્રજ્ઞાતા માની રહ્યાં છે. આ અંગે મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં પખવાડિયાના અંતરે બે ગ્રહણો આવે છે. તા. ૧૩મી સપ્ટેમ્બરે પ્રથમ સૂર્યનું ગ્રહણ થશે. સૂર્યની પોતાની સિંહ રાશિમાં થનારું આ ગ્રહણ આપણા દેશમાં દેખાવાનું નથી. જે ગ્રહણ આપણા પ્રદેશમાં દેખાવાનું ન હોઈ તેને પાળવાનું પણ રહેતું નથી. બીજું ચંદ્રગ્રહણ તા.૨૮મીના રોજ થશે. આ ગ્રહણ મુખ્યત્વે રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ગોંડલ અને દ્વારિકામાં ચંદ્રગ્રહણ દેખાશે. આ ઉપરાંત, કચ્છમાં ભૂજ અને તેની આસપાસના પ્રદેશોમાં પણ ચંદ્રગ્રહણ દેખાશે.

તેમણે ગ્રહણોની રાજકીય અસર અંગે જણાવ્યું કે ગુજરાતમાં સત્તાધારી પક્ષે ભીંસમાં મૂકાવું પડે, કેન્દ્રની નારાજગીનો સામનો કરવો પણ પડી શકે છે. જ્યારે સત્તાધારી પક્ષમાં અસંતુષ્ટોનો ગણગણાટ જોવા મળશે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ સત્તાધારી પક્ષે વિવાદોમાં ન સપડાઇ જવાય તેનાથી સંભાળવું પડે.

તેમણે કહ્યું કે ગ્રહણની અસરો અંગે સામાન્ય વિચાર કરીએ તો સૂર્યગ્રહણની કેટલીક વૈશ્વિક અસરો જણાશે, જેના કારણે વિશ્વમાં કેટલાંક સ્થળે ગભરાટનું વાતાવરણ ઊભું થતું જોવા મળશે. 'મા-ભોમને છોડીને ભાગવાની ઇચ્છા થાય' એવા બનાવો કેટલાક પ્રદેશોમાં જોવાશે. ખાસ કરીને અનાર્ય દેશોની જનતા ભયના ઓથાર નીચે ફફડતી દેખાશે. આતંકનો પર્યાય બની ગયેલી સંસ્થાઓનું બેફામ વર્તન જોઈને આખું વિશ્વ દંગ રહી જશે.

ઘર આંગણાનો વિચાર કરીએ તો ૨૮મી સપ્ટેમ્બરના થનાર ચંદ્રગ્રહણની અસરોનો કંઈક અંશે આપણે ત્યાં અનુભવ થશે. આ ગ્રહણ મીન રાશિમાં થનાર છે. મીન એટલે 'માછલી.' માછલીની ચંચળતા કેવી હોય તેનો અનુભવ આ ગ્રહણ કરાવશે. ખરેખર તો ચંચળતાનું રૂપાન્તર પાગલપણામાં થતું જણાશે. આ ચંચળતા ઉન્માદનો પર્યાય બનીને રહી જાય એવી સંભાવનાઓ પણ ઊભી થશે. શાસકો અને પ્રજાની ખેંચાખેંચીમાં સહન કરવાનું તો પ્રજાના ફાળે જ આવશે.

તેમણે કહ્યું કે ચંદ્રગ્રહણની વ્યાપક અસરોનો તાગ મેળવીએ તો ગુજરાતમાં ક્યાંક ક્યાંક ભૂકંપના આંચકાની સંભાવના નકારી શકાય નહીં. કુદરતી નુકસાનીઓ પણ જોવાની આવે. પ્રજાનો મૂડ વિદ્રોહી બને, મોંઘવારી નવા આયામો ધારણ કરે.

ચંદ્રગ્રહણ કઈ રાશિ માટે કેવું? જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ ચંદ્રગ્રહણની અસરો અંગે બારેય રાશિનાં જાતકો માટે કેવી રહેશે, તે અંગે આ મુજબની માહિતિ આપી હતી. મેષ : ગ્રહણ આપની માટે સાવધાનીનો સૂર દર્શાવે છે. વૃષભ : શુભ અને લાભનો સંદેશ પાઠવે છે. મિથુન : રોકાયેલાં કાર્યો પાર પડી શકે. કર્ક : મધ્યમ. નહીં નફો, નહીં નુકસાન. સિંહ : ચેતવણીની સાયરન સંભળાય છે. આરોગ્ય સાચવજો. કન્યા : શરૂઆતમાં તકલીફો આપીને પાછળથી લાભ કરાવે. તુલા : એકંદરે લાભકારી અને સંતોષજનક. વૃશ્ચિક : લાભ અને નુકસાન સાથે ચાલશે. ધનુ : ચેતવણીના સૂર સંભળાવે છે. રૂપિયા જાળવી રાખવા. મકર : સારા સમાચાર આવે, લાભકારી સમય. કુંભ : લાભની ભ્રાન્તિ થાય પણ હકીકતમાં ગેરલાભ. મીન : આરોગ્યની ચિંતા રાખવી. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. ગ્રહણોની નકારાત્મક અસરોથી બચવા પોતાની રાશિના સ્વામીની આરાધના કરવી. એ અંગે ખ્યાલ ન આવે તો પોતાના ઇષ્ટદેવના જાપ કરવા.