ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

6 નવેમ્બર, 2016

ગાયત્રી મંત્રનો જાપ કેવી રીતે કરવો જોઈએ? જાણો મંત્રજાપથી કયા છે લાભ

સૌથી ઝડપથી શુભ ફળ આપનારા મંત્રોમાંથી એક છે ગાયત્રી મંત્ર.આ મંત્રનો યોગ્ય પદ્ધતિથી જાપ કરવામાં આવે તો ધર્મ લાભની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.અહીં જાણો ગાયત્રી મંત્રના જાપ કરવાની સામાન્ય વિધિ અને તેનાથી પ્રાપ્ત થતા લાભ.

ગાયત્રી મંત્ર-

ऊँ भूर्भुव:स्व:तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न:प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો સરળ અર્થઃ-સૃષ્ટિની રચના કરનાર,પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ,પરમાત્માનું આ તેજ અમારી બુદ્ધિને યોગ્ય માર્ગ તરફ લઈ જવા માટે પ્રેરિત કરે.

ગાયત્રી મંત્રના જાપ કોઈ શાંત તથા પવિત્ર જગ્યાએ જ કરવા જોઈએ.તેની માટે સ્નાન વગેરે કર્મોથી પવિત્ર થઈને સ્વચ્છ કપડાં પહેરો.ત્યારબાદ ગાયત્રી માતાની મૂર્તિ કે ફોટાની સામે કુશના આસન ઉપર બેસો.માતાનું પૂજન કરો અને શાંત મનથી ગાયત્રી મંત્રનો જાપ કરો.જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવો જોઈએ.

મંત્ર-જાપ કરવી વખતે ધ્યાન રાખો આ વાતો-

આ મંત્રનો જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ રહે છે.આ મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્રોમાંથી એક છે.તેના જાપ માટે ત્રણ સમય બતાવ્યા છે.આ ત્રણ સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે.

ગાયત્રી મંત્રના જાપનો પહેલો સમય છે પ્રાતઃકાળ-સૂર્યોદયના થોડીવાર પહેલા મંત્રજાપ શરૂ કરવો જોઈએ.જાપ સૂર્યદય પછી સુધી કરવો જોઈએ.

મંત્ર જાપનો બીજો સમય છે બપોર-બપોરે પણ આ મંત્રનો જાપ કરી શકાય છે.

ત્રીજો સમય છે સાંજના સૂર્યાસ્તના થોડા સમય પહેલાં-સૂર્યાસ્ત પહેલા મંત્રજાપ શરૂ કરીને સૂર્યાસ્તના થોડી વાર સુધી જાપ કરવો જોઈએ.

આ ત્રણ સમય સિવાય જો ગાયત્રી મંત્રનો જાપ કરવા માગતા હોવ તો મૌન રહીને,માનસિક રીતે જાપ કરવો જોઈે.મંત્રજાપ વધુ ઊંચા અવાજમાં પણ કરવો જોઈએ.

31 ઑક્ટોબર, 2016

« PREV भैया दूज: इस मंत्र के साथ इस शुभ मुहूर्त में लगाएं भाई को तिलक

उन्होंने यह कहा कि उनकी तरह कोई भी बहन इस दिन यदि अपने भाई का विधिपूर्वक तिलक करे, तो उसे यमराज यानि मृत्यु का भय ना हो| यमराज ने मुस्कराते हुए तथास्तु कहा|
भाई-बहन के प्रेम, स्नेह का प्रतीक भैया दूज दिवाली के जगमगाते पर्व के दो दिन बाद मनाया जाता है| भारत में ‘रक्षा बंधन’ के अलावा यह दूसरा पर्व है जो भाई-बहन का स्नेह-प्रतीक है| इस पर्व में बहनें अपने भाइयों की दीर्घ आयु की कामना करती हैं| कार्तिक मास की द्वितीय तिथि में मनाये जाने वाला यह पर्व इस वर्ष 1 नवम्बर 2016 को मनाया जाएगा|

भाई-बहन के परस्पर प्रेम तथा स्नेह का प्रतीक त्यौहार भैया दूज कार्तिक मास के शुक्ल पक्ष की द्वितीय तिथि को दीपावली के बाद पूरे देश में आदिकाल से मनाया जाता है। इस दिन बहनें अपने भाई को तिलक लगाकर उनके उज्ज्वल भविष्य व उनकी लम्बी उम्र की कामना करती हैं। भैया दूज वाले दिन आसन पर चावल के घोल से चौक बनाएं। इस चौक पर भाई को बिठाकर बहनें उनके हाथों की पूजा करती हैं। सबसे पहले बहन अपने भाई के हाथों पर चावलों का घोल लगाती है। उसके ऊपर सिंदूर लगाकर फूल, पान, सुपारी तथा मुद्रा रख कर धीरे-धीरे हाथों पर पानी छोड़ते हुए मंत्र बोलती है ‘गंगा पूजा यमुना को, यमी पूजे यमराज को। सुभद्रा पूजे कृष्ण को गंगा यमुना नीर बहे मेरे भाई आप बढ़ें फूले फलें।’

इसके उपरांत बहन भाई के मस्तक पर तिलक लगाकर कलावा बांधती है तथा भाई के मुंह मिठाई, मिश्री माखन लगाती है। घर पर भाई सभी प्रकार से प्रसन्नचित्त जीवन व्यतीत करे, ऐसे मंगल कामना करती है। उसकी लम्बी उम्र की प्रार्थना करती है। उसके उपरांत यमराज के नाम का चौमुखा दीपक जला कर घर की दहलीज के बाहर रखती है जिससे उसके घर में किसी प्रकार का विघ्न-बाधाएं न आएं और वह सुखमय जीवन व्यतीत करे।

भाई दूज टीका

भैया दूज को ‘भ्रातृ द्वितीय’ भी कहा जाता है| अपने भाइयों के स्वास्थ्य और दीर्घायु के लिए बहनें पूजा-अर्चना करें| प्रातःकाल में स्नानादि से निवृत होकर बहनें अपने भाइयों को एक आसन पर बिठाएं| तत्पश्चात दीप-धुप से आरती उतारकर रोली एवं अक्षत से भाइयों का तिलक करें और उन्हें अपने हाथ से भोज कराये| ऐसा करने से भाई की आयु वृद्धि होती है और उनके जीवन के सभी कष्ट दूर होते हैं| इस दिन बहन के घर भोज करने का विशेष महत्व माना जाता है|

पौराणिक कथा

×
भैया दूज के पर्व पर मृत्युदेव यमराज और उनकी बहन यमुना जी की पूजा विशेषरूप से की जाती है| पौराणिक कथा के अनुसार भगवान सूर्यदेव और उनकी पत्नी छाया से यमराज तथा यमुना का जन्म हुआ था। यमुना और यमराज में बहुत स्नेह था| मृत्युदेव यमदेव सदैव प्राण हरने में ही व्यस्त रहते है| उधर यमुना भाई यमराज को निरंतर अपने घर आने आने का निमंत्रण देती रहती थी| एक दिन कार्तिक शुक्ल की द्वितीय तिथि पर यमुना ने यमराज को अपने घर आने के लिए वचनबद्ध कर दिया|

चूंकि यमराज मृत्युदेव है इसलिए वे इस बात से भली भांति अवगत थे कि उन्हें कोई कभी भी अपने घर आने का निमंत्रण नहीं देगा| और यमुना उतने स्नेह, सद्भावना से उन्हें बुला रही है| यमराज ने सोचा कि उन्हें अपनी बहन के प्रति यह धर्म निभाना ही है| यमराज को अपने घर आते देख यमुना अत्यंत प्रसन्न हुई| उन्होंने स्नानादि कर पूजन किया और भाई के समक्ष व्यंजन परोस दिए| यमुना के इस आतिथ्य सत्कार से प्रसन्न होकर यमराज ने अपनी बहन से वर मांगने के लिए कहा|

यमुना ने यमराज से कहा कि वह प्रत्येक वर्ष कार्तिक मास की शुक्ल पक्ष की द्वितीय तिथि में उनके घर आया करे| साथ ही उन्होंने यह कहा कि उनकी तरह कोई भी बहन इस दिन यदि अपने भाई का विधिपूर्वक तिलक करे, तो उसे यमराज यानि मृत्यु का भय ना हो| यमराज ने मुस्कराते हुए तथास्तु कहा और यमुना को वरदान देकर यमलोक लौट आये| तब से लेकर आजतक हिन्दू धर्म में यह परंपरा चली आ रही है|

भैया दूज 2016 शुभ मुहूर्त

भैया दूज तिथि : 1 नवम्बर 2016, मंगलवार

भैया दूज तिलक मुहूर्त : दोपहर 01:09 से 03:20 बजे तक

द्वितीय तिथि प्रारंभ : रात्रि 1:39 बजे से, 1 नवम्बर 2016

द्वितीय तिथि समाप्त : प्रात: 04:11 बजे तक, 2 नवम्बर 2016

29 ઑક્ટોબર, 2016

આખું વર્ષ મળશે શુભફળ, જો દિવાળીએ પૂજા વખતે ધ્યાન રાખશો આ 8 વાત

દિવાળીની પૂજા હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે.દિવાળીએ પૂર્ણ શ્રદ્ધા અને વિધિ-વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તેનું શુભફળ આખું વર્ષ મળે છે.દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે થોડી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.માટે લક્ષ્મી પૂજા અને પૂજાકક્ષ સાથે સંબંધિત આ વાતો ઉપર જરૂર ધ્યાન આપવું.

28 ઑક્ટોબર, 2016

ધનતેરસ 2016: વિશિષ્ટ યોગો બનાવી રહ્યાં છે આ દિવસને અતિ શુભ, શું કરશો ખરીદી ? જાણો…

દીપોત્સવી પર્વના શુભદિન કહેવાતાં પાંચ દિવસો જ્યારથી શરુ થાય છે એ દિવસ છે ધનતેરસ… ધનની વાત આવે એટલે સૌને આકર્ષે એ તો ખરું જ, માનવી પૈસા કમાવા માટે સવારથી સાંજ અને રાતે પણ દોટ મુકે છે, તે પૈસા સાથે સંકળાયેલ લક્ષ્મીજીને રીઝવવાનો દિવસ છે, ધનતેરસ… સાથે આ દિવસનો અલગ અને આગવો દિનમહિમા પણ છે. ભારતભરમાં ધામધૂમથી ઉજવાતા આ દિવસ પ્રસંગે કેટલું વધુ જાણીએ. સૌપ્રથમ ધનપૂજનના મુહૂર્તો જોઇએ.

વૈદ્ય-તબીબો કરશે ધન્વંતરિ પૂજન

કહેવાય છે કે ધનતેરસના દિવસે, દેવ-દાનવોના સમુદ્રમંથનમાંથી માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. આ દિવસે એટલે જ વૈદ્યો-ડોક્ટરો દ્વારા સામૂહિક અને વ્યક્તિગત ધોરણે ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે અને નવા વર્ષ માટે સૌની સ્વાસ્થ્યકામના વાંછવામાં આવે છે. ભગવાન ધન્વંતરિને નારાયણ વિષ્ણુનું જ એક સ્વરુપ માનવામાં આવે છે. તેમને ચાર ભૂજાઓ છે તેમણે બે ભૂજામાં શંખ અને ચક્ર ધારણ કરેલાં છે અને બે ભૂજામાં ઔષધિઓ સાથે અમૃત કળશ લીધેલાં છે. માનવામાં આવે છે કે અમૃત કળશ પિત્તળનો બનેલો છે કારણ કે ભગવાન ધન્વંતરિને પિત્તળની ધાતુ અતિપ્રિય છે. આ કારણે જ ધનતેરસના દિવસે સોના કરતાં વધુ પિત્તળની ખરીદીને શુભ માનવામાં આવી છે.

ખરીદો પિત્તળ ચાંદી અને સોનુ

ધનતેરસે ખરીદાયેલી વસ્તુ લાંબો સમય ચાલે છે અને શુભફળ આપતી હોવાનું માનવામાં આવે છે ત્યારે શાસ્ત્રજ્ઞોની સલાહ છે કે આ દિવસે પિત્તળ ખરીદવામાં આવે તો તેનું તેરગણું ફળ મળે છે. ઉલ્લેખનીય છે કે પિત્તળની ધાતુ તાંબુ અને જસતના મિશ્રણથી કરવામાં આવે છે. વૈદિક ધર્મની પૂજાઅર્ચનામાં પહેલેથી જ પૂજાપાઠ અને ધાર્મિક કર્મમાં પિત્તળના વાસણો જ ઉપયોગમાં લેવામાં આવે છે.

મહાભારતમાં એક પ્રસંગ આલેખાયેલો છે કે સૂર્યદેવે દ્વૌપદીને પિત્તળનું અક્ષયપાત્ર વરદાનરુપે આપ્યું હતું તેની વિશેષતા એ હતી કે દ્વૌપદી ગમે એટલી સંખ્યામાં લોકોને ભોજન કરાવે પણ ભોજન ઘટતું ન હતું.

ધનતેરસે લોકો વાસણો પણ ખરીદે છે. તેમાં ચાંદીની ખરીદીને પણ શુભ માનવામાં આવે છે કારણ કે ચાંદી ચંદ્રમાનું પ્રતીક છે અને ચંદ્ર પોતે શીતળતાનું. માટે ચાંદી ખરીદવાથી મનમાં સંતોષરુપી ધનનો વાસ થાય છે અને જેની પાસે સંતોષરુપી ધન છે તે પાસે સંતોષરુપી ધન છે તે સાચા અર્થમાં સ્વસ્થ, સુખી અને ધનવાન છે.

આ દિવસે પોતાનું ઘર એકદમ ચોખ્ખુંચણાક, સ્વચ્છ હોય તે માટે બધો નકામો કચરો કાઢી નાંખવામાં આવતો હોય છે. આ દિવસે ઘરમાં શંખ લાવવાનો પણ આગવો મહિમા છે. આ શંખ દીવાળીના પૂજન સમયે વગાડવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને અનિષ્ટ ટળે છે. આ દિવસે મીઠું ઘરમાં લાવીને આ નવું લાવેલું મીઠું-SOLT વાપરવું પણ જોઇએ. આ પ્રકારે મીઠાના ઉપયોગથી વર્ષભર ધનનો અભાવ રહેતો નથી. દિવાળીના દિવસે આ મીઠાનો ઉપયોગ કરી ઘરમાં પાણીના પોતાં કરવાથી દરિદ્રતાનો નાશ થઈ જાય છે.

આ વર્ષે અતિ શુભયોગ

આ વર્ષે જ્યોતિષની દ્રષ્ટિએ જોઇએ તો ગુરુ-ચંદ્રનો ખૂબ સુંદર એવો ગજકેસરી યોગ અને સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ પણ છે. મહાલક્ષ્મીનો વાર મનાતો શુક્રવાર પણ સંયોગ કરી રહ્યો છે. આ બંને યોગ આવનાર વર્ષમાં વેપારીઓ માટે લાભદાયક રહેશે. તેમ જ રવિપુષ્યમાં ખરીદી કરવાની રહી ગઇ હોય તો સોનાચાંદીની ખરીદી માટે આ ધનતેરસ શ્રેષ્ઠ દિવસ બની રહેશે.

આ દિવસે શ્રીમહાલક્ષ્મીઅષ્ટકમ સ્ત્રોત્ર, શ્રીસૂક્તનું પઠન મહાલક્ષ્મીની કૃપા અને પ્રસન્નતા મેળવવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. ધનતેરસના દિવસથી સૌ કોઇ યથાશક્તિ તહેવારોના દિવસોની ઉજવણી શરુ કરે છે. જેમાં પરિવારજનો સાથે ભેગાં મળી લક્ષ્મીપૂજન કરવાથી શુભારંભ થાય છે. ધનતેરસના દિવસથી દીપક પ્રગટાવી ઘરના ખૂણેખૂણાને પ્રકાશમાન કરાય છે. આંગણામાં રંગોળી સજાવાય છે. આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. માતા લક્ષ્મીને મીઠી વાનગીનું નૈવેદ્ય ધરાવાય છે.

ધનતેરસ સાથે જોડાયેલાં કથાનકો

ધનતેરસ સાથે જોડાયેલી યમકથા પણ રસપ્રદ છે. એક દૂતે યમરાજને પ્રશ્ન કર્યો હતો કે અકાળ મૃત્યુથી બચવાનો કોઇ ઉપાય છે… તો યમરાજે કહ્યું હતું કે જો ધનતેરસે સાંજે યમના નામે દક્ષિણદિશામાં દીવો પ્રગટાવીને રાખે તો તેનું અકાળ મૃત્યુ થતું નથી. આ કારણે ભારતભરમાં દીપાવલિપર્વના આ પ્રથમ દિવસથી દીપદાન કરી ઘરના આંગણામાં દીપક પ્રગટાવવાનો મહિમા જોવા મળે છે.

ધનતેરસ પછી આવતી કાળી ચૌદશે દીપદાનનો જે મહિમા છે તેમાં પણ ધનતેરસ સાથે સંકળાયેલું એક કથાનક છે. પુરાણોમાં વર્ણવ્યાં પ્રમાણે  રાજા હિમાના સોળ વર્ષના પુત્રનું તેના લગ્નના ચોથા દિવસે સર્પદંશથી મૃત્યુ થશે એવું પંડિતો દ્વારા ભાવિ ભાખવામાં આવ્યું હતું. સંજોગે આ દિવસ ધનતેરસનો હતો. આ આખો દિવસ રાજકુમારની પત્નીએ તેને ઊંઘવા ન દીધો અને સતત ગાતી રહી. તેમ જ પોતાના રત્નો મઢેલાં ઝવેરાતને પ્રવેશદ્વાર પર મૂકાવી આસપાસમાં ખૂબ જ દીવા કર્યાં અને આખી રાત એ રીતે પતિ સાથે વીતાવી જાગરણ કર્યું. વહેલી સવારે જ્યારે યમરાજ સર્પનું રુપ લઇ રાજકુ